૨૦૨૪-૨૫ નો અહેવાલ
(૧) તા ૦૩-૦૨-૨૦૨૫ ના રોજ ભૂતપૂર્વ વિધાર્થી દ્વારા કોલેજની મુલાકાત
“અલ્યુમનાય એસોસીએશન” અંતર્ગત ૧૯૭૩માં રસાયણ શાસ્ત્ર વિષય સાથે પાસ આઉટ થયેલા શ્રી અશ્વિનભાઈ ચંપકલાલ દવે તથા શ્રી ગીરીશભાઈ ત્રિવેદી એ કોલેજની મુલાકાત લીધેલ. સદર મુલાકાત દરમિયાન એકેડેમિક ડાયરેક્ટર ડૉ અમિત પરીખ, ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ એમ વી હાથી , પ્રિ ડૉ વાય બી ડબગર ઉપસ્થિત રહેલા.
(૨) તા ૦૭ -૦૨ -૨૦૨૫ ના રોજ સાયંસ કોમર્સ કોલેજ પાલનપુર માં ભૂતપૂર્વ વિધાર્થી મીટ નું આયોજન.
“અલ્યુમનાય એસોસીએશન મીટ ”નું આયોજન કરવામાં આવેલ. સદર કાર્યક્રમ માં ભૂતપૂર્વ વિધાર્થી એસોસીએસન નું મહત્વ તથા તેના દ્વારા અપાતી કેરિયર સર્વિસ તથા આ ભૂતપૂર્વ વિધાર્થી એસોસીએશન કોલેજના વર્તમાન વિધાર્થીઓને કેવી રીતે મદદ રૂપ થઇ શકે તેની ચર્ચા કરેલ.
(૩) તા ૨૫-૦૨-૨૦૨૫ ના રોજ “અલ્યુમનાય એસોસીએશન મીટ ગેટ ટુ ગેધર”
સદર કાર્યક્રમનું આયોજન તા ૨૫-૦૨-૨૦૨૫ ના રોજ BKDKM ના ઉપ પ્રમુખશ્રી આર વી શાહ ના અધ્યક્ષ પદે આયોજન થયેલ. સદર કાર્યક્રમમાં ડૉ કીર્તિભાઈ પટેલ, ગવર્ન્મેન્ટ એન્જીયનીરીંગ કોલેજ, જગાના, શ્રી ગીરીશભાઈ મોઢ , શ્રી નાથજી ફાર્મા, પાલનપુર, ૧૯૯૧ ના ભૂતપૂર્વ વિધાર્થી આચાર્ય શ્રી મુકેશભાઈ મોઢ, પિલુચા, 2003 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી શહેજાદ શેખ, એસ એસ કમ્પ્યુટર ક્લાસીસ, પાલનપુર, 1998 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રવિ પાલ, શિક્ષકશ્રી, વિદ્યામંદિર કેમ્પસ, પાલનપુર, 1981- 82 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી મહેન્દ્રભાઈ મોદી કે જેઓ 39 વર્ષની સર્વિસ પછી SBI બેંકમાંથી રિટાયર્ડ થયેલ, એલ્યુમનાય એસોસિયેશન, મંત્રીશ્રી અભિજીતભાઈ રાઠોડ, 2014 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી હરેશભાઈ ચૌધરી, 1974 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી એલ્યુમનાય એસોસિએશનના પ્રમુખશ્રી તરુણભાઈ જોશી, શ્રી કિશનભાઇ બારોટ, શ્રી પ્રણવભાઈ ઉપાધ્યાય તથા 1982 ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પિયુષ જોષી, DO LIC, પાલનપુર વગેરે ઉપસ્થિત રહેલ.