H1 Title Text

24-12-2025

The Special Lecture on Natural Farming

પાલનપુરની આર. આર. મહેતા સાયન્સ અને સી. એલ. પરીખ કોમર્સ કોલેજ ખાતે 'પ્રાકૃતિક ખેતી' પર વિશેષ વ્યાખ્યાન યોજાયું.

પાલનપુર: ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સાયન્સ અને કોમર્સ કોલેજની નેચર ક્લબ દ્વારા આજરોજ "પ્રાકૃતિક ખેતી" (Natural Farming) વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં આ પ્રસંગે વિસનગરની એમ.એન. કોલેજના ઝૂલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શક્તિ રામાનંદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વક્તા ડૉ. રામાનંદીનો પરિચય ડૉ. સુરેશ પ્રજાપતિ દ્વારા કરાવવામાં આવ્યો હતો.  આજના કાર્યક્રમમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યલક્ષી ખેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. રામાનંદીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રસાયણમુક્ત ખેતીએ સમયની માંગ છે. તેમણે પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેનાથી પર્યાવરણને થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિશેષમાં તેઓશ્રીએ જણાવ્યું કે ભારત પુરાણકાળમાં પણ ખેતીનો સમૃદ્ધ વારસો ધરાવતું હતું અને આપણે ત્યાં ખેતીના પાકોનું વૈવિધ્ય પણ ખૂબ જ હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને કુશળ સંચાલન ડૉ. ધ્રુવ પંડ્યા અને ડૉ હરેશ ગોંડલીયાએ કર્યું હતું. આ પ્રસંગે ડૉ. યોગેશ ડાબગર સાહેબ દ્વારા પરોક્ષ શુભાશિષ આપ્યા. કાર્યક્રમના અંતે ડૉ. એમ. આર. સોલંકી દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો ડૉ. જી.ડી. આચાર્ય, ડૉ. કે.સી. પટેલ, ડૉ. કે.વી. મહેતા, ડૉ. એસ.આઈ. ગટીયાલા, ડૉ. જે.એન. પટેલ, ડૉ. અંકિતા, ડૉ. પૂજા અને શ્રીમતી અનીતાબેન સહિતના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. નેચર ક્લબના આ પ્રેરણાદાયી વ્યાખ્યાનમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન "વંદે માતરમ્" સાથે કરવામાં આવી હતી.